અલવિદા વિજયભાઈ રૂપાણી
બસ હવે યાદો જ રહી છુટ્ટી ગયા દાણા પાણી બ્રહ્મમા લીન થયા વિજય રૂપાણી રંગુનમા જન્મી, રાજકોટમાં રહી જિંદગીભર લોકોની પીડા જાણી સેવા કરતા રહ્યા વિજય રૂપાણી યુવાન વયે વિધાર્થી સાથે રહી લડતા રહ્યા સામે છાતી તાણી અધિકાર અપાવતા વિજય રૂપાણી રાજકોટના પ્રથમ નાગરિક રહી લોકોને મદદે રહ્યા પોતાના જાણી એવા બાહોશ મેયર વિજય રૂપાણી અટલ સરોવર, હીરાસર એરપોર્ટ એવા અનેકની કરી અમોને લ્હાણી મોસાળે જમાડતા વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બની રહી સૌની યોજનાથી આપ્યા પાણી પ્રજાને પરિવાર માનતા વિજય રૂપાણી બસ હવે યાદો જ રહી છુટ્ટી ગયા દાણા પાણી બ્રહ્મમા લીન થયા વિજય રૂપાણી લોકોના દિલમાં હંમેશા રહી "જોશીલ" ના આંખે તપકે પાણી સદા અમર રહે વિજય રૂપાણી આપનો ચાહક "જોશીલ" (દીપક નંદલાલ જોશી, રાજકોટ) ૧૬-૬-૨૦૨૫
Poetry Books 50% Off
Bestselling collections from top poets
