પ્રકૃતિ
દિવસો સુધી મનોમંથન કરી, વિચારના સમુદ્રમંથન કરી, પ્રયોજન પ્રશ્નાર્થને માળવે મૂકી, અમથી અમસ્તાજ દોટ મૂકી, ઊગતા સૂર્યને પાણી ધરી,પ્રકૃતિના રંગો આંખે ભરી, છોડી રસ્તા ને પગદંડી પર પગલી પાડી, પવનવેગી વાદળી પાછળ પાડી, વીજળી ઝબકારને આપી તાળી, દોરી ઢળતા આકાશ પર પાળી , ક્ષિતિજ રેખાએ મીટ માંડી, કૃત્રિમતાથી છેડો ફાડી, પ્રકૃતિ સાથે એકાત્મ સાધી, કરી મેતો ભવ્ય ઉજાણી, ચાંદો-સૂરજ ને ઝરણાના પાણી, પીધા અમૃત સમાં મીઠા પાણી, પ્રકૃતિના ખોળે આનંદ માણી, ઈશ્વરના દર્શન સમી અનુભૂતિ પામી. - દીગીશ પટેલ
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
