તું હિંમત છો... હારીશ નહી તું.
સહન કર્યું ઘણું તે, ક્યાં સુધી સહન કરીશ તું... તું હિંમત છો...હારીશ નહી તું... તું મા, તું દીકરી, કોઈકની અર્ધાંગીની તું.. તુજ નારી શક્તિ, સંબંધોને સજાવે તું... વાત હોય મહેનત ની, ઈમાનદારીથી કામ કરજે તું.. લક્ષ્ય મળશે તારું તને ધગસથી આગળ વધજે તું... તું સેવામાં,શિક્ષણમાં, નેતાગીરીમાં પણ આગળ વધજે તું, તું સ્વચ્છ નીર છો, અખૂટ સાગર બનજે તું... થાય જો અન્યાય તો વીરાંગના બનજે તું... અસંખ્ય તારલા ઝાંખા પડશે...સૂર્ય ની જેમ તપજે તું... સહન કર્યું ઘણું તે..ક્યાં સુધી સહન કરીશ તું... તું હિંમત છો, હારીશ નહી તું...
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
