અછાંદસ ૧
જે તારી સામે આંખો ભીની કરી ઊભો છે. હે પ્રભુ એ જવાબદારીનો ભાર લઈ ઊભો છે. થયું નથી એનું છતાં ઈચ્છે તો સૌનું કલ્યાણ, લૂછી આપ જે ઘણી ઈચ્છાઓ લઈ ઊભો છે. જવાનીમાં જતું કર્યું એટલે તો જીવી ગયો છે, ખબર નથી પણ એક તારા ભરોસે ઊભો છે. સાહસ તો મનમૂકીને કર્યું છે મળ્યું નસીબનું, થોડો ભાર હળવો કરી અપેક્ષાએ ઊભો છે. મિત્ત તૂટી જવાય છે ઘણું છૂટી પણ જાય છે, છતાં વળતી વેળાએ હૃદયે પ્રેમ લઈ ઊભો છે. ~ધર્મેન્દ્રસિંહ એમ બારીઆ "મિત્ત"
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
