અદશ્ય લાગણી
અમસ્તો અવસર મળે ને ફરી લવ છું. પાંપણથી સંતાડી આંખમાં ભરી લવ છું. કોઈને ચાહવું એ તો આ હૃદયની વાત છે, છતાં રસ્તામાં મળે ને હું ફરી પૂછી લવ છું. અદશ્ય લાગણી ચશ્મા પહેરે તોય ન દેખે, વરસે વરસાદ ને હું ભીંજવી જોઈ લવ છું. મને ઓળખવા જીવે લાખો જન્મ લીધા, જેવો છું એવો હવે હું જ લખી દવ છું. મિત્ત ઘણું છુપાવી રાખવા માંગતો હતો, જે તું જ જાતે બધું ઢંઢેરો પીટી દવ છું. ~ ધર્મેન્દ્રસિંહ એમ બારીઆ "મિત્ત"
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
