નિશાળ
કોઈક તો ખબર મારી પૂછતા જાઓ કોઈક તો ઈમારત ને યાદ કરતા જાઓ ખિલખિલાટ સાંભળ્યે થયો વખત ઘણો કોઈક તો આવી કલરવ ગુંજવતા જાઓ હું જ લાગુ છું મને વેરાન ને નિર્જન કોઈક તો પગરવ ઉપર પાડતા જાઓ નથી સિંચ્યા જળ તોય થયા લીલાંછમ કોઈક તો છાયે એની બેસતા જાઓ ખુદની પણ પહેચાન ભૂલી જઈશ હવે કોઈક તો મને અરીસો બતાવતા જાઓ થાકી બની વ્યાકુળ ભૂલકાંની રાહમાં કોઈક તો મને મહ્યાહને મળતા જાઓ તમે ગયા ને રોશની પણ ચાલી ગઈ કોઈક તો દીપ નાનો જલાવતા જાઓ રથવી હિતેશ (ડુમાણા) સવ્યસાચી
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
