ડગલાં
કેમ ડગલાં બાજુ પગલી ચાલે પપ્પા મારા બહુ જલદી ચાલે આંગળી પકડીને મુઠ્ઠી મારી એક અડગ એક ડગતી ચાલે પપ્પા આપો ને છુટ્ટી એવી પતંગ આપડી ઉડતી ચાલે આરામ ખુરશીએ બેઠા ભલે ઉદાસી એમની વધતી ચાલે હોય વસ્તુ આંખ સામે ને આખા ઘરમાં ઝડતી ચાલે પછી એક ડગલું ના ઉપડે આંખો એમની ધખતી ચાલે સ્વભાવ નહિ મેં ભાવ જોયો કયાં નરમ કયાં સખતી ચાલે તમે હશો તો અમે છીએ ધરી કુટુંબની નભતી ચાલે
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
