હે ગુરુજી...
હે ગુરુજી! તમારા જ શરણમાં રહીએ છીએ આપ્યું તમે એ જ્ઞાન કદી નહીં વિસરીએ કુબુદ્ધિરૂપી કિચડથી ભર્યા અમે શિષ્યો એને ધોવા માટે ગુરુજીનું જ્ઞાન જળ છે ! જિંદગીરૂપી સમુદ્રની પહેચાન કરાવી છે તો એ સમુદ્ર તરી બતાવીશું.. આવવા દો ! કાંટા - કંકર ને લાય મુશ્કેલીઓને ટાળતા શીખવ્યા છે મારા ગુરુજીએ ગુરુજી કુમ્હાર છે જ્યારે શિષ્ય ઘડો છે તમે ઘડ્યા એવા જ ઘડાઈશું, આપ્યું તમે એ જ્ઞાન કદી નહીં વિસરીએ પોતાની ઈન્દ્રિયો એવી ચલાવી કે ગુરુજી પ્રત્યે પ્રેમ વધ્યો પ્રેમ વિના ગુરુ - શિષ્ય કુશળક્ષેમ નહીં, તમે આપ્યું એ જ્ઞાન ધરા પર ફેલાવીશું સો - સો પ્રણામ મારા ગુરુજીને ફરી - ફરીને માંગીએ મારા ગુરુજીને... ફરી - ફરીને માંગીએ....
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
