અછાંદસ
રિસાયેલી રાતને મનાવવા હું તારો થયો 'તો. કાળી રાત માની ન તું છતાં હું તારો રહ્યો 'તો. સમય વીતી ગયો કોઈ હવે પૂછતું પણ નથી, અંતર સળગે ને દુનિયા કહે ધુમાડો થયો 'તો. રણ પણ સુક્કું પડ્યું'તુ ને અમાસ ઊંઘી હતી, નસીબની બલિહારી જો ટુકડો પણ તૂટ્યો 'તો. આવતા વર્ષોમાં કોઈ ભીત ફાડી પીપળો ફૂટશે, જે ભીત હતી જ્યાં યાદોએ વિસામો લીધ્યો 'તો. મિત્ત ખંડેરની માફક પડ્યા રહેશો વરસોવરસ, ને; કહેશે દુનિયા રીસાયેલી રાતનો વિસામો થયો 'તો. ધર્મેન્દ્રસિંહ બારીઆ "મિત્ત"
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
