વેલેન્ટાઈન
સમજતા રહીએ જો એક બીજા ને તો હરરોજ વેલેન્ટાઈન, આપતા રહીએ સમય એક બીજા ને તો હરરોજ વેલેન્ટાઈન થોડું ચલાવી લઈએ અને થોડું સાથે ચાલી લઈએ તો હરરોજ વેલેન્ટાઈન ઠંડુ હોય કે ગરમ, લઈ એ જો ભોજન એક સાથે તો હરરોજ વેલેન્ટાઈન એક તૂટે તો બીજો સંભાળે, એક પડે તો બીજો એને ઊભો કરે એક રડે તો બીજો છાનો રાખે, એક હસે તો બીજો ખુશ થાય તો હરરોજ વેલેન્ટાઈન આફત કેટકેટલીય આવે, હાથ જો તું પકડે મારો તો હરરોજ વેલેન્ટાઈન દુનિયા ને બતાવવાની શું જરૂર છે, આપણે તો એક બીજાની આંખ માં જોઈ ને સમજીએ કે આપણે તો હરરોજ વેલેન્ટાઈન
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
