ભારે પડ્યું
ભારે પડ્યું - પ્રકાશ સોનારા પ્રક્ષ રોજબરોજની ભાગદોડમાં ક્યાંય હું થાક્યો નહીં, બસ એક એની પાછળ દોડવાનું...ભારે પડ્યું. એક એને પામવાની જીદમાં, અમને ચાહનારાઓને અવગણવાનું...ભારે પડ્યું. હૈ ઇશ્ક આગ કા દરિયા ઔર ડૂબ કે પાર હૈ જાના, અમને મીણનું દિલ લઈ આગમાં પડવાનું...ભારે પડ્યું. બનાવી હતી એની યાદોની કબર દિલનાં કોઈ ખુણામાં, દટાયેલી એ લાગણીઓને છંછેડવાનું...ભારે પડ્યું. એ આજે પણ શોધે છે અન્યમાં મુજને, આમ એને પ્રક્ષનું દિલ તોડવાનું...ભારે પડ્યું. પછી થયું એવું કે પ્રક્ષને કોઈએ ઉઠવા ન દીધો, આશિકોની મહેફિલમાં એક ગઝલ બોલવાનું...ભારે પડ્યું.
Ad
Poetry Books 50% Off
Bestselling collections from top poets
Shop Now →
